ગાંધીધામમાં અજાણ્યા વાહનની હડફેટે થોરિયારીના યુવાનનું મોત નીપજયું

copy image

copy image

ગાંધીધામમાં અજાણ્યા વાહનની હડફેટે થોરિયારીના ભચુ માના કોળી (ઉ.વ. 35)નું મોત નીપજયું હતું.  રાપર તાલુકાના થોરિયારીમાં રહેનાર ભચુ કોળી નામનો યુવાન ગત તા. 10-9ના પોતાના મિત્રને મળવા ગાંધીધામ આવ્યો હતો. તે ગાંધીધામ રેલવે મથક સામે  સર્વિસ રોડ પર પગે જઇ રહ્યો હતો. તે દરમ્યાન કોઇ  અજાણ્યા વાહને આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત નીપજયું  હતું. અકસ્માત નોતરી નાસીજનાર વાહનચાલક વિરુદ્ધ ગવરીબેન ભચુ કોળીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.