ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા
copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા ચેકની રકમ ફરિયાદીને 60 દિવસમાં ચૂકવી આપવા કોર્ટે આદેશ આપ્યો હતો. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી હિરેનભાઈ શાંતિલાલભાઈ ગોર પાસેથી આરોપી દીપકભાઈ જેરામભાઈ બારમેડા (રહે. ભુજ)એ રોકડા રૂા. 50 હજાર તથા 16.455 કિલોગ્રામ ચાંદી તા. 29/12/2017ના લીધી હતી. જે પરત આપવા માટે રૂા. 7,24,712નો ચેક આપ્યો હતો. આ ચેક પરત ફરતાં ફરિયાદીએ કેસ દાખલ કરતાં બીજા અધિક ચિફ જ્યુ. મેજિસ્ટ્રેટે આરોપી દીપકભાઈ બારમેડાને તકસીરવાન ઠેરવી એક વર્ષની જેલની સજા તથા ચેકની રકમ ફરિયાદીને ચૂકવી આપવી, જો 60 દિવસમાં રકમ ન ચૂકવે તો વધુ બે માસની સજાનો હુકમ આપ્યો હતો. ફરિયાદ પક્ષે એડવોકેટ વિષ્ણુ એ. ગોહિલ, મહેન્દ્ર કે. ત્રિવેદી, મીત એ. ગોહિલ, રાજેન્દ્રસિંહ એમ. ઝાલા હાજર રહ્યા હતા.