માંડવી તાલુકામાંથી સગીરાનું  અપહરણ થતાં ફરિયાદ

copy image

copy image

માંડવી તાલુકાના એક નાના ગામમાં આઠમું ધોરણ ભણતી સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાવાઈ હતી .આ અંગે કોડાય પોલીસ મથકે  સગીરાના વાલીએ નોંધાવેલ ફરિયાદ મુજબ આઠમા ધોરણમાં અભ્યાસ કરતી તેમની 13 વર્ષીય દીકરી શાળાએ ગઈ હતી અને શાળા છૂટયા બાદ ઘરે પરત ન આવતાં શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નહતો. કોઈ અજાણ્યો ઈસમ લલચાવી – ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.