અંજારના વ્યાજખોર સામે વધુ એક ફરિયાદ
copy image

અંજારમાં વ્યાજે પૈસા આપી બાદમાં પૈસા લેનાર હપ્તા ન ભરી શકતાં મહિલાએ મોબાઇલ બળજબરીપૂર્વક છીનવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર તાલુકાના હીરાપર ગામમાં રહેનાર ફરિયાદી હરિ મલુ કોળીની દીકરીને ત્યાં ડિલિવરી પ્રસંગ હોવાથી તેમને રૂપિયાની જરૂરિયાત ઊભી થઇ હતી, જેથી તે અંજાર ખાતે રોયલ ફાઇનાન્સની ઓફિસે જઇ આરોપી રિયા ગોસ્વામીને વાત કરી હતી. મહિલાએ 10 ટકા વ્યાજે રૂા. 20,000 આપવાનું કહી એડવાન્સમાં બે હજાર કાપી ફરિયાદીને રૂા. 18,000 આપ્યા હતા. ફરિયાદી એક-બે દિવસમાં આપી જવાનું કહેવા ઓફિસે જતાં મહિલાએ બળજબરીપૂર્વક તેમનો મોબાઇલ છીનવી લીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.