કાનમેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા : પાંચ નાસ્યા

copy image

copy image

રાપર તાલુકાના કાનમેરમાં જાહેરમાં જુગાર ખેલતા ચાર ઇસમોને પોલીસે ઝડપી  પાડયા હતા, જ્યારે પાંચ નાસી જવામાં સફળ રહ્યા હતા. કાનમેર ગામમાં જીવણી સતી માતાજી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં પત્તા ટીંચતા ભરત છગન ગોહિલ, હરેશ જેસા કોળી, રોહિત ડાયા ખવાસ, રમજાન આમદ સમેજાને પોલીસે પકડી પાડયા હતા જ્યારે મહેશ કરમશી કોળી, અલ્તાફ કાદર ઘાંચી, સોમા સુજા વાઘેલા, ચંદન જોગા ગોહિલ તથા ધર્મેન્દ્ર રામજી ગોહિલ નામના ઇસમો  નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા ઇસમો  પાસેથી રોકડ રૂા. 11,150 તથા બે મોબાઈલ અને એક બાઈક એમ કુલ 41,150નો મુદ્દામાલ હસ્તગત  કરાયો હતો.