સિંધોડીમાંથી વાયરચોરીનો ફરાર આરોપી ઝડપાયો

copy image

copy image

અબડાસા તાલુકાના નાની સિંધોડી ખાતે આવેલી સુઝલોન કંપનીના સીએમએસ સ્ટેશનમાંથી જૂન માસમાં રૂા. 40,500ની વાયરચોરી થયાની ફરિયાદ બાદ તપાસમાં બહાર આવેલો આરોપી નાસતો-ફરતો હતો, જેને એલસીબીએ ઝડપી પાડયો હતો. આ કેબલચોરીના ગુનાનો નાસતો-ફરતો આરોપી દીલુભાઈ ધીરૂભાઈ રબારી (રહે. નલિયા)વાળો હાલ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની સામે રોડ પર આવેલી ચાની હોટેલ પર ઊભો હોવાની એલસીબીને બાતમી મળતાં તેની ધરપકડ  કરી  આગળની કાર્યવાહી અર્થે બી-ડિવિઝન પોલીસને સોંપાયો હતો.