ભચાઉમાં વીજતંત્રની કચેરીમાં આગ લાગતાં રેકોર્ડ સળગ્યો
ભચાઉમાં જી.ઇ.બી. સર્કલ પાસે આવેલી પેટા વિભાગીય પીજીવીસીએલની કચેરીમાં આગ લાગતાં દોડધામ મચી હતી. ભચાઉમાં આવેલી વીજતંત્રની પેટા વિભાગીય કચેરીમાં ગત તા. 22/9ના મોડી રાતના અરસામાં આગનો આ બનાવ બન્યો હતો. કચેરીના બિલિંગ વિભાગમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી હતી. આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ આગમાં કોમ્પ્યુટર, ખુરશી, પંખો, ફર્નિચર, બિલિંગ વિભાગમાં રહેલ રેકોર્ડ વગેરે બળી ગયા હતા. બનાવ અંગે પોલીસ મથકે જાણ કરતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.