ગાંધીધામમાં પરિણીતાએ લુંગી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો
copy image

ગાંધીધામના કાર્ગો બાપા સિતારામ નગર ઝૂંપડા વિસ્તારમાં રહેનાર દિવ્યાબેને પોતાનાં ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. તેમને હોસ્પિટલે લઇ જનારા તેમના ભાઇ ઇશ્વર વાલ્મીકિએ નોંધાવ્યું હતું કે, તેમના બહેન-બનેવી વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થતાં તેમના બનેવી ઇશ્વરને બોલાવવા ગયા હતા, જેથી આ યુવાન પોતાની બહેનનાં ઘરે જતાં આ મહિલા પંખામાં લુંગી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં જણાયા હતા. બનાવનું કારણ જાણવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.