ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે પાર્ક કરેલી બાઈક ચોરાઈ
copy image

ગાંધીધામના ઓસ્લો સર્કલ થી લીલાશાહ સર્કલ જતા કોર્નરમાં પાર્ક કરેલી બાઈકની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો . ગાંધીધામના એ ડિવીઝન પોલીસ મથકે રમેશભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે ગત 21/9ના સવારે તેવોએ પોતાની 50 હજારની બાઈક ઓસ્લો સર્કલના ખુણાવાળા મકાનની બહાર લોક કરીને પાર્ક કરી એસટી બસમાં બેસી નોકરીએ જવા નિકળ્યા હતા. સાંજે સાડા સાતે પરત આવીને જોયું તો મોટર સાઈકલ જોવા મળી નહતી. જેથી ફરિયાદ દાખલ કરીને તેમણે 50 હજારની બાઈક ચોરી થયાની પોલીસને જાણ કરી હતી.