સામખિયાળી નજીક અજાણ્યા વાહનની હડફેટે યુવાનને જીવ ગુમાવ્યો
copy image

ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક દ્વારકાધીશ હોટેલ પાસે અજાણ્યા વાહને હડફેટમાં લેતાં યુવાનનું મોત નીપજયું હતું. સામખિયાળી નજીક આવેલી હક સ્ટીલ નામની કંપનીમાં કામ કરી તેની શ્રમિક વસાહતમાં રહેતા રાહુલસિંહ જગન્નાથસિંહ સોંધિયા (ઉ.વ. 22) નામના યુવાનનું મોત નીપજયું હતું. યુવાન ગત તા. 24/9ના રાતના અરસામાં રેલવે મથક બાજુ પોતાનો મોબાઇલ ભૂલી જતાં તે પરત લેવા પગપાળા જઇ રહ્યો હતો. દ્વારકાધીશ હોટેલ ઓવરબ્રિજ પાસે તે પહોંચ્યો તેવામાં કોઇ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત નોતરી નાસી જનાર વાહનચાલક વિરુદ્ધ જિતેન્દ્રસિંહ જગન્નાથસિંહ સોંધિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.