આદિપુરમાં આંકડો લેતો શખ્સ ઝડપાયો
copy image

આદિપુરના મદનસિંહ સર્કલ નજીક જાહેરમાં આંકડો લેનારા એક શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 4070 હસ્તગત કર્યા હતા. આદિપુરના મદનસિંહ સર્કલ નજીક વોર્ડ 4-એ વિસ્તારમાં રહેનાર ગુરુમુખદાસ વીરૂમલદાસ સતવાણી નામનો શખ્સ પોતાના ગ્રાહકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ આવી હતી અને શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના હાથે પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડ રૂા. 4070 તથા આંકડાનું સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યું હતું.