અંજારમાં આંકડાનો જુગારી 4 હજાર રોકડ સાથે ઝડપાયો
copy image

વરસામેડી નાકે રિક્ષા સ્ટેન્ડ પાસે વરલી મટકાનો આંકફેરનો જુગાર રમી રમાડી રહેલા શખ્સને સ્થાનિક પોલીસે રૂ.4,280 રોકડ અને મોબાઇલ સહિત રૂ.9,280 ના મુદ્દામાલ સાથે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. અંજાર પોલીસ મથકની ટીમ બુધવારે સાંજના અરસામાં પેટ્રોલિંગ દરમિયાન વરસામેડી નાકે પહોંચી તે દરમિયાન બાતમી મળી હતી કે, રિક્ષા સ્ટેન્ડ પાસે રાજુ મનુભાઈ કોલી પોતાના અંગત ફાયદા માટે વરલી મટકાનો આંક ફેરનો આંક ફેરનો જુગાર રમી અને રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે ત્યાં પહોંચી આંકડાનો જુગાર રમી રમાડી રહેલા રાજુ મનુભાઈ કોલીને રૂ.4,280 રોકડ અને રૂ.5,000 ના મોબાઇલ સહિત કુલ રૂ.9,280 ના મુદ્દામાલ સાથે 9 રંગેહાથ પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.