સામખિયાળીના દારૂના ગુનામાં બે ફરાર આરોપી પકડાયા
copy image

સામખિયાળી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં ભાગેડુ બે આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ધાણેટીથી પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. રતનાલ-ધાણેટી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં ભાગેડુ સામખિયાળીના મોરીવાસમાં રહેતા બે આરોપી પ્રભુભાઈ જીવાભાઈ બાળા અને મુળજી ઉર્ફે નરસંગભાઈ છાંગા અત્યારે ધાણેટી ખાતે હોવાની બાતમીના આધારે ત્યાં તપાસ કરી બન્ને આરોપીને પકડી લઈ સામખિયાળી પોલીસને સોંપ્યા હતા.