ભુજ તાલુકાના અંતરિયાળ ગામમાં મહિલાની છેડતીની ફરિયાદ
copy image

ભુજ તાલુકાના ખાવડા બાજુના અંતરિયાળ ગામમાં મહિલાની છેડતી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી. ખાવડા પોલીસ મથકે મહિલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 8/9ના મધ્યરાત્રિના પોતાના ઘરના આંગણામાં સૂતા હતા ત્યારે આરોપી સુલેમાન સિધિક વાંઢા (રહે. સાધારા) બદઇરાદે આવી હાથ ફેરવતાં ફરિયાદી તથા સાહેદો જાગી જતાં આરોપી સુલેમાન નાસી છૂટયો હતો. ખાવડા પોલીસે છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.