વોંધ પાસે ટ્રેનમાં આવી જવાથી ગામના યુવાનનું મોત
copy image

ભચાઉ તાલુકાના વોંધ નજીક ટ્રેનમાં આવી જતાં ગામના યુવાનનું મોત નીપજયું હતું, વોંધ નજીક રેલવે પાટા ઉપર સવારના અરસામાં આ જીવલેણ બનાવ બન્યો હતો. ગામનો મનસુખ વેરસિંગ કોળી (ઉ.વ. 22) નામનો યુવાન કોઇ કારણોસર પાટા બાજુ ગયો હતો. દરમ્યાન, ટ્રેનમાં આવી જતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત નીપજયું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી બનાવ પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.