કનૈયાબેની સીમમાં મોબાઇલ ટાવરમાંથી બેટરીની ઉઠાંતરી

copy image

copy image

ભુજ તાલુકાના કનૈયાબેની સીમના ટાવરમાંથી મોટર સાયકલ ચાલકે 12 પાવર બેન્ક બેટરી કિં. રૂા. 12 હજારની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પદ્ધર પોલીસ મથકે ખાનગી સિકયુરિટીના સુપરવાઇઝરે નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 25-9ના અડધી રાત્રે કનૈયાબેની સીમમાં ઇન્ડસના ટાવર સાઇડ ડાઉન થયાનો કોલ આવતાં ફરિયાદી ત્યાં પહોંચતાં ટાવર બાજુથી વાપીથી આવતો ઈસમ બાઇક મૂકી નાસી છૂટયો હતો.  બાઇક ઉપર ટાવરની એક બેટરી તથા વાયરો હતા. ટાવર તરફ જતા દરવાજો તૂટેલો હતો અને ટાવરમાંથી 13 બેટરી જોવા મળી ન હતી, આમ બાકીની 12 પાવર બેન્કની બેટરી કિં. રૂા. 12,000ની ચોરી બાઇકચાલકે કર્યાની ફરિયાદ નોંધાવાઇ હતી.