કિડાણામાં બે પક્ષ વચ્ચે મારામારીથી પાંચ શખ્સો ઘાયલ
copy image

ગાંધીધામ તાલુકાના કિડાણામાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં બંને પક્ષના પાંચ લોકો ઘવાયા હતા. બંને પક્ષની પોલીસે ફરિયાદ નોંધી હતી. કિડાણામાં રહેતા સિકંદર રજાક મથડા ગત તા. 21/9ના વશીલા પાન સેન્ટરની બહાર બેઠો હતો ત્યારે વસીમ આમદ છુછિયા આવી મારી બહેન સાથે તલાક કરી દીધા છે. અહીં આવવાની ના પાડી છે તેમ કહી ધારિયા વડે માથા ઉપર હુમલો કર્યો હતો. અસલમ હાજી ચાવડા, જાવેદ જાવેદ છુછિયાએ પકડી લેતાં અકબર નૂરમામદ છુછિયાએ ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં બનાવ અંગે સામાજિક સમાધાન થયું હતું. તા. 25/9ના ફરિયાદીના કાકા ગની બાવલા મથડા પાનની દુકાને હતા ત્યારે અકબર છુછિયાએ અહીં ન આવવાનું કહી તેમને માર માર્યો હતો. અન્ય આરોપીઓએ ઇસ્માઇલ ઉર્ફે ઇમરાન તથા ફરિયાદીને માર માર્યો હતો. સામા પક્ષે ગફુર જાફર છુછિયાએ સિકંદર રજાક મથડા, ઇસ્માઇલ ઉર્ફે ઇમરાન સુમાર મથડા, સુમાર જસા ચાવડા અને શબ્બીર સુમાર ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તા. 25/9ના પાન સેન્ટરની દુકાન બહાર ફરિયાદી તથા અકબર છુછિયા ઊભા હતા ત્યારે ગની મથડા આવતાં અકબરે મજાકમાં અહીં કેમ આવ્યા છો કહેતાં આરોપીઓ ત્યાં આવી ઉશ્કેરાઇ જઇ અકબર ઉપર ધારિયા, ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ ફરિયાદીને માર માર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.