અંજાર પોલીસે ચોરીના ગુનાઓમાં ભાગેડુ કુખ્યાત આરોપીને ઝડપ્યો
copy image

અંજારના ત્રણ અને પ્રાગપર અને પધ્ધર પોલીસ મથકે નોંધાયેલા એક ઘરફોડ અને બાઈક ચોરીના ગુનાઓમાં ફરાર કુખ્યાત આરોપીને બાતમીના આધારે નાગલપર વાડી વિસ્તારમાંથી પકડી લઇ સ્થાનિક પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી. અંજાર પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન અંજાર પોલીસ મથકે નોંધાયેલા ત્રણ તેમજ પ્રાગપર અને પધ્ધર પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ અને બાઈક ચોરીના ગુનામાં સતત નાસતો ફરતો નાગલપરના મારૂતિનગરમાં રહેતો કુખ્યાત આરોપી રાજેશ ઉર્ફે ભોલિયો રામજીભાઈ મુછડીયા નાગલપર વાડી વિસ્તારમાં હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી તેને પકડી પાડ્યો હતો.