ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
copy image

ભુજમાં રહેતા આરોપીએ ફરિયાદી પાસેથી રોકડ અને ચાંદી લીધા બાદ તેની વળતર પેટે આપેલ ચેક પરત ફરતા કોર્ટે એક વર્ષ કેદની સજા ફટકારી હતી. ફરીયાદી હિરેન શાંતિલાલ ગોર પાસેથી આરોપી દિપક જેરામ બારમેડાએ વર્ષ 2017 માં રોકડા રૂપિયા 50 હજાર અને 16.455 કિલો ચાંદી લીધેલ હતી.જે પરત આપવા માટે આરોપીએ રૂપિયા 7.24 લાખનો ચેક આપ્યો હતો.જે ચેક રીર્ટન થતા ફરીયાદીએ ભુજની કોર્ટમાં કેશ કર્યો હતો.જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની જેલની સજા અને ચેકની રકમ ફરીયાદીને ચુકવવા અને જો 60 દિવસની મુદતમાં રકમ ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે વકીલ તરીકે વિષ્ણુ.એ.ગોહિલ,મહેન્દ્ર.કે.ત્રિવેદી, મીત.એ.ગોહિલ અને રાજેન્દ્રસિંહ. એમ. ઝાલા હાજર રહ્યા હતા