ફતેહગઢ પાસેથી  રૂ.૪ લાખના  દારૂ સાથે એક ઝડપાયો

રાપર તાલુકાના ફતેહગઢ પાસેથી રાપર પોલીસ દ્વારા દારૂ સહિત કુલ રૂ.૪.૦૯ લાખનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. જયારે ચાર આરોપીને પકડવા માટે પોલીસે તપાસ  હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. આ દરમ્યાન બાતમીના આધારે ફતેહગઢ-ખાંડેક રોડ પરથી ઈકો ગાડીમાં લઈ જવાતો અલગ-અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. જે પોલીસે હસ્તગત કર્યો હતો, જેમાં દારૂની ૧૦૮ બોટલ,  જપ્ત  કર્યો હતો. પોલીસે રાપરના સમાવાસમાં રહેતા આરોપી સાહિલ સતાર રાઉમાને પકડી પાડયો હતો. જ્યારે આરોપી શક્તિસિંહ ગંભીરસિંહ વાઘેલા, હાર્દિકસિંહ ગંભીરસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ અમરશી સોલંકી તેમજ કિશન અમરશી સોલંકીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી.. તમામ સામે ગુનો નોંધીને ૪૮૦, ઈકો ગાડી, મોબાઈલ સહિત કુલ રૂ.૪,૦૯,૮૪૦ નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.