ધબડામાં ઢોર ચારવા મુદ્દે વૃદ્ધ પર હુમલો કરાયો

copy image

copy image

રાપરના ધબડા ગામના તળાવ પાસે ધાર વિસ્તારમાં ઘેટા- બકરા ચરાવવા મુદ્દે વૃદ્ધ પર કોદાળીના હાથા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી અપાઇ હોવાની ઘટના બાલાસર પોલીસ મથકે નોંધાઇ હતી. ધબડા રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા 60 વર્ષીય કરશનભાઈ રામાભાઈ રબારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગુરૂવારે સવારે તેઓ દર્શન કરી ધાર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ગામમાં જ રહેતા નારાણભાધનભાઈ અમરાભાઈ રબારીએ આ વિસ્તારમાં ઘેટા બકરા ચરાવવાની ના પાડી છે તો કેમ વારંવાર અહીં જ ચરાવો છો કહી બોલાચાલી કરી કોદાળીનો હાથા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. બાલાસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.