સામખિયાળી પોલીસે છ માસથી ફરાર આરોપીને પકડયો
copy image

સામખિયાળી પોલીસે દારૂના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપીને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. સામખિયાળી પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, સામખિયાળી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી જંગી પ્રાથમીક શાળા પાસે રહેતો રાજેશ લખમણભાઇ કોલીને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જંગીથી પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.