ભુજમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત ઝડપાયા
copy image

ભુજના કેમ્પ વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ પાછળ જનતાનગરીમાં પોલીસે દોરડો પાડ્યો હતો. અહીં નઝમાબાઈ સમેજા પોતાના ઘરના આંગણામાં બહારથી ખેલીઓ બોલાવી ધાણીપાસા વડે જુગાર રમાડતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. દરોડા દરમ્યાન જનતાનગરીમાં રહેનાર સુનીલ સુરેશ મોદી, સંજીવ સુરેશ મોદી, સિકંદર મોહમદ હુશેન ચાકી, અનિલ રામજી ભીલ તથા સેજલબેન સુનીલ મોદી, નઝમાબાઈ અબ્દુલ સમેજા અને શોભનાબેન સુરેશ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ઇસમો પાસેથી રોકડ રૂા. 13,750 તથા ચાર મોબાઈલ અને ધાણીપાસા એમ કુલ રૂા. 30,750નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.