આશાપુરા સાયકલ યાત્રાએ જતા કચ્છી યુવાનનું હાર્ટએટેકથી મોત
copy image

થાણે-વેસ્ટમાં કપુરબાવડીમાં આવેલાં આશાપુરા મંદિરથી આરતી કરીને ૨૬ સપ્ટેમ્બરના સવારના સવા આઠ વાગ્યે થાણેના કચ્છી રાજગોર સમાજના ચાર યુવાનો નોરતાને લીધે કચ્છના આશાપુરા માતાજીના મંદિરે સાયકલ યાત્રા કરીને દર્શન કરવા ગયા હતા. જો કે, સાયકલ ચલાવતી વખતે ૨૭ સપ્ટેમ્બરના સવારે ૧૧.૧૦ વાગ્યે તેમાંથી કાંદિવલીના એક યુવાનની તબિયત લથડી ગઈ અને હાર્ટ અટેક આવતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. કચ્છના મસ્કા ગામના કાંદિવલી-વેસ્ટમાં આવેલી ઈરાની વાડીમાં રહેતાં ૩૫ વર્ષનાધર્મેશ રમેશ મોતા તેમના સાથીઓ સાથે થાણેથી કચ્છના માતાનામઢે સાયકલ પર જઈ રહ્યા હતા. હાલમાં ધર્મેશ થાણેમાં પણ રહે છે. ધર્મેશને પાંચેક વર્ષનો દીકરો પણ છે. થાણેમાં ધર્મેશની કપડાની ભાગીદારીમાં દુકાન આવેલી છે. આ પહેલાં આશરે ૩થી ૪ વખત તેઓ અન્ય ગ્રૂપ સાથે સાયકલ પર માતાનામઢે ગયેલાં છે. ધર્મેશ સાથે સાયકલ યાત્રામાં ગયેલાં ઘાટકોપર રહેતાં કચ્છી રાજગોર સમાજના મનીષ જોશીએ અમે ચાર સાયકલ પર અને અન્ય ત્રણ જણ સાથે સેવામાં હતા. અમે થોડા આગળ હતા અને દીપ, ધર્મેશ બન્ને થોડા પાછળ હતા. હાઈવે પર વાપી આવ્યું જ હતું કે તેણે સાયકલ સ્ટેન્ડ પર એકબાજુએ લગાવી અને સેવા આપતાં સુરેશભાઈએ તેને પાણી આપ્યું હતું. પરંતુ, એપીવા પહેલાં જ ધર્મેશ રસ્તા પરઢળી ગયો હતો. તેને તાત્કાલિક મદદ મેળવીને પાસે આવેલી હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ૨૬ સપ્ટેમ્બરના નીકળ્યાં અને વિરામ લેતાં અમે સાયકલ ચલાવ્યાં બાદ રાતના આઠેક કલાકની ઊંઘ પણ કરી હતી. ધર્મેશને તો નખમાં પણ રોગ ન હતો. કચ્છી રાજગોર સમાજ- મલાડ, કાંદિવલી, બોરીવલીના કાર્યકતા રમેશ રાજગોરે કહયું હતું કે ‘આ બનાવ બનવાની સાથે વાપીનો ભાનુશાલી સમાજના મદદે આગળ આવ્યો હતો. અમે પણ તાત્કાલિક બધા ત્યાં પહોંચ્યા હતા. ધર્મેશનો મૃતદેહ રાતે વાપીથી મુંબઈના કોંદિવલીલઈ જવામાં આવ્યો હતો.. ‘કાંદિવલીના મુકેશ જોષી, કિશોરી જોશી, બોરીવલીના પ્રફુલ્લ ભાઈ જોશી, અમિત ભાઈ સહિતના સેવાભાવી લોકો મદદ માટે આવ્યા હતા. વાપી હાઈવે પર રસ્તા પર બનેલાં આ અણબનાવ વખતે વાપીના ભાનુશાલી સમાજે પણ ખૂબ મદદ કરી હતી.