અંતરજાળમાં જુગાર રમતા ચાર ઇસમો પકડાયા

jugar

copy image

copy image

ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે પાંજરે પુર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી  મુજબ પુર્વ બાતમીના આધારે પોલીસે ક્રિષ્ના હોસ્પિટલ પાસે ગત તા. 29ના સવારે 8.30 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરાઈ હતી. આરોપીઓ સંજય સુનિલ ઠક્કર,  દિનેશ વિશનચંદ  આસવાણી, સલીમ અલીમામદ જામ અને ધનજી નારણ મ્યાત્રા ધાણીપાસા  વડે જુગાર રમતા ઝડપાયા હતા. પડમાંથી  પોલીસે રોકડા રૂ. 7,530 હસ્તગત કર્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.