મોરબીના ત્રાજપર શેરી નં ૦૧ ના રહેવાસી વિજયભાઈ છગનભાઈ પનારા (ઉ.વ.૨૨) નામના કોળી યુવાને પોલીસમાં ફરિયાદ લખાવી છે કે ગતરાત્રીના અરસામાં તે બાઈક પર લખમણભાઈ દાનાભાઈ મકવાણા રહે ત્રાજપર ખારી મોરબીવાળા સાથે બાઈકમાં જતા હોય ત્યારે લખમણભાઈ દાનાભાઈ મકવાણાએ બાઈક પરથી કાબુ ગુમાવી દેતા રસ્તાની સાઈડમાં ઉતરી જતા બાઈક પલટી ગયું હતું જેમાં ફરીયાદી વિજયભાઈ પનારાને ઈજા પહોંચી હતી. જયારે બાઈકચાલક લખમણભાઈ મકવાણાનું મૃત્યુ નીપજયું છે. પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી કાયદેસર તપાસ હાથ ધરી છે.