ઉના તાલુકાના ગુંદાળાની સીમ વિસ્તારમાં આવેલ વાડી નજીકથી ચાલવા મુદે ઝઘડો થતાં યુવાનને લોખંડના પાઇપ વડે મારમારી ફેકચર કરી દેતાં આ બાબતે પોલીસમાં બંને સામસામે ફરિયાદ લખાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે પ્રાપ્ત વિગત ગુંદાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ નુરમહમદ મંધરા તેઓ ઝૂડવડલી ગામે બાજરાણી ખરીદી કરવા જતાં હોય એ દરમ્યાન જીણા રામ ડાભીની પોતાની વાડી નજીકથી પસાર થતાં વાડી નજીકથી ચાલવાની ના પાડતા ઇબ્રાહીમ ત્યાંથી ચાલતા જીણાને સારું નહીં લગતા ઉશ્કેરાઈ જઈ માથાના ભાગે લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમારી ગંભીર ઇજા કરી હતી. તેમજ બંને હાથ, જમણા પગમાં, મોઢા ઉપર લોખંડના પાઇપના આડેધર ધા મારી ફેકચર કરી તેમજ મુંઢ ઇજા કરી અપશબ્દો બોલી ઇબ્રાહીમભાઈ નુરમહમદ મંધારાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. તેમનં સામે વાળો મૂળ મેણ હાલ ગુંદાળા વાડી વિસ્તારમાં રહેતા જીણાભાઈ રામભાઇ ડાભીએ પોતાના કબજાવાળા રસ્તાની કેડીમાં ઇબ્રાહીમને ચાલવાની ના પાડતા ઇબ્રાહીએ અપશબ્દો બોલી લાકડા વડે જીણાભાઈને માથાના કપાળના ભાગે મુંઢ મારમાઋ ઇજા કરી હોય. આ બાબતે વાડીમાં કેડી પર ચાલવા બાબતે બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા બંનેએ ઉના પોલીસમાં સામસામી ફરિયાદ લખાવતા પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.