7.50 લાખના ચોરાઉ વાયરના જથ્થા સાથે એક શખ્સ પોલીસના સકંજામાં
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, એક શંકાસ્પદ પાણીના ટેંકરમાંથી રૂા. 7.50 લાખના ચોરાઉ વાયરના જથ્થા સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. ખાવડા તરફ કુરન ક્ષેત્રમાં તૈયાર થઇ રહેલા આર.ઇ. પાર્કની લેબર કોલોની નજીક આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત દિવસે સાંજના સમયે ગત દિવસે સાંજના સમયે આર.ઇ. પાર્ક ખાવડા નજીક અદાણી કંપનીના લેબર કોલોની પાસે એક પાણીના ટેંકર પર શંકા જતાં તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં તપાસ દરમ્યાન તેમાંથી કાળા રંગના કેબલના અલગ-અલગ ફીંડલા નીકળી પડ્યા હતા.આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરતા પોલીસે ચોરી મામલે સિક્યુરિટીને જાણ કરેલ હતી. વધુમાં તપાસ દરમ્યાન સામે આવ્યું કે, અદાણી સોલાર પાર્કમાં ચાલતા કામમાં તપાસ કરતાં વાયર ગુમ જણાયા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.