મોબાઇલ ફોન સ્નેચીંગના બે ગુનામાં સામેલ ચાર આરોપી તથા એક કા.સ.બા.ને ઝડપી પાડતી અંકલેશ્વ૨ “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા અંક્લેશ્વ૨ ડિવીઝનનાઓ દ્વારા ભરૂચ જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે અંક્લેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે.ભુતીયાનાઓના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વ૨ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હાજર હતા તે સમય દ૨મ્યાન મળેલ બાતમીના આધારે અંક્લેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનને નોંધાયેલ બી.એન.એસ. કલમ મુજબના કામે ગયેલ બે મોબાઈલ સાથે ચાર આરોપીઓ તથા એક કા.સ.બા.ને પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) પરેશભાઈ કાભાઈ વસાવા, ઉ.વ.૨૨, ૨હે. તળાવ ફળિયું, માલપોર, તા.ઝઘડિયા, જી.ભરૂચ.

(૨) દક્ષેશભાઈ સુમનભાઈ વસાવા, ઉ.વ.૨૦, રહે. કુવા ફળિયું, માલપોર, તા.ઝઘડિયા, જી.ભરૂચ.

(૩) સતીષભાઈ ઉર્ફે ગીરીશ રાજુભાઈ વસાવા, ઉ.વ.૨૧, ૨હે.આંબલા ફળિયું, માલપોર, તા.ઝઘડિયા, જી.ભરૂચ.

(૪) ગોલુકુમાર ચતુરી, જાતે દાસ, ઉ.વ.૨૦, હાલ રહે.વીલેસપુન કંપનીમાં ઝઘડીયા જી.આઈ.ડી.સી., તા.ઝઘડિયા, જી.ભરૂચ. મુળ રહે. ચાંદની ચોક, ગામ. થાના, કહલગાવ, પોલીસ સ્ટેશન. નંદલાલપુર, જી.ભાગરપુર (બિહાર).

(૫) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક

પકડાયેલ આરોપીનો એમ.ઓ

આ કામના પકડાયેલ આરોપીઓ (૧) સતીષભાઈ ઉર્ફે ગીરીશ રાજુભાઈ વસાવા તથા (૨) પરેશભાઈ કાભાઈ વસાવા તથા (૩) કા.સ.બા.નાઓ ચાલુ બાઈક પર જઈ રોડ રસ્તા પ૨ મોબાઈલ ફોન પર વાતો ક૨તા ચાલતા જતા માણસોના અચાનક અને ઝડપથી મોબાઈલ ફોન આંચકી-ઝુંટવી લઈ નાસી જઈ ચો૨ીના મોબાઈલ ફોન વેચી દેવાની ગુનાહિત પ્રવ્રુતિઓ ક૨તા હતાં.