મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ ભક્તિધામ તથા જલારામ સોસાયટી માંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ હાલમાં નવરાત્રી તહેવારો અનુસંધાને અસામાજીક પ્રવ્રુતી ક૨તા ઈસમો ૫૨ વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઇસમો પ૨ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે (૧) આનંદ શીવજીભાઈ સંધાર રહે.મેઘપર બોરીચી અંજાર તથા (૨) કિશન શામજી મહેશ્વરી રહે.આદીપુર તા.ગાંધીધામ તથા (૩) ધ્રુવગીરી રીતેષગીરી ગોસ્વામી રહે.મેઘપર બોરીચી અંજાર વાળાઓ સયુકત ભાગીદીરીમાં ગે.કા રીતે વિદેશી ઈગ્લીશદારૂનો જથ્થો મંગાવી (૪) વિશાલ ઉર્ફે રાધે જગદીશભાઈ જોષી રહે.મ.નં.૨૨૧ ભક્તિધામ મેઘપર બોરીચી અંજાર તથા (૫) શૈલેષ શામજી મહેશ્વરી રહે.મ.નં.૧૩૫ જલારામ સોસાયટી મેઘપર બોરીચી અંજાર વાળાઓના કબ્જાના રહેણાક મકાનોમાં ગે.કા રીતે ઇગ્લીશદારૂનો જથ્થો ઉતારેલ છે તેવી હકિકત આધારે બન્ને અલગ અલગ મકાનમાં રેઈડ કરી પ્રોહી મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત :-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૨૩૩/૨૪ પ્રોહી કલમ- ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧ મુજબ