ટાઉન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારની બંદિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોઈ જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફના માણસો પ્રોહિ / જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જયશ્રીબેન વા/ઓફ ઉમેશભાઈ પંડયા રહે.ફલેટ નં-૦૧ સેકન્ડ ફલોર જયોતી કોમ્પલેક્ષ ડી.વી. સ્કુલની સામે અંજાર વાળા મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાના રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ક્લબ ચલાવે છે તેવી ચોકકસ હકીકત આધારે અંજાર પોલીસે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરી નીચે જણાવેલ જગ્યાએ જુગારની ક્લબમાંથી જુગાર રમતાં આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) જયશ્રીબેન વા/ઓફ ઉમેશભાઈ પંડયા ઉ.વ.૫૯ ૨હે.ફલેટ નં-૦૧ સેકન્ડ ફલોર જયોતી કોમ્પલેક્ષ ડી.વી સ્કુલની સામે અંજાર
(૨) કુસુમ વા/ઓફ સુનીલ રામનાણી (સીંધી) ઉ.વ.૪૦ રહે.સાધુવાસ વાણી આદીપુર (3) પુજાબેન વા/ઓફ દિનેશભાઈ સોની ઉ.વ.૩૮ રહે.શાંતીનિકેતન તા.ગાંધીધામ
(૪) સીતાબેન ઉર્ફે રીટાબેન વા/ઓફ કિરણભાઈ ઉર્ફે રમણીકલાલ રાજા ઉ.વ.૫૨ ૨હે.ગંગારાણી ફળીયુ શીવાજી રોડ અંજાર
(૫) જોશનાબેન ઉર્ફે જાનવીબેન વા/ઓફ દિલીપભાઈ ઠકકર ઉ.વ.૫૯ ૨હે.નવી અંજાર
સ્વામીનારાયણ મંદીર પાસે અંજાર
(૬) મંજુબેન વા/ઓફ અમરતલાલ સોલંકી ઉ.વ.૫૮ રહે. બારવાડી આદીપુર તા.ગાંધીધામ
(૭) ઈશ્વરીબેન ઉર્ફે નીશા વા/ઓફ લક્ષ્મણદાસ મહેદાતપુરી (સીંધી) ઉ.વ.૫૬ રહે.બસ સ્ટેશનની પાસે આદીપુર તા.ગાંધીધામ
(૮) કૈલાશબેન વા/ઓફ બાબુલાલ શર્મા ઉ.વ.૬૦ ૨હે.ઝુલેલાલ સોસા અંજાર
(૯) મંજીલાબેન વા/ઓફ વિજયભાઈ ચાવડા ઉ.વ.૫૦ રહે.બાપુની ચકડી પાસે ભચાઉ કચ્છ
(૧૦)પુનમબેન વા/ઓફ નિલેશભાઈ ગુરનાની (સીંધી) ઉ.વ.૫૦ ૨હે.શીવધારા સોસા.મેઘપર બોરીચી તા.અંજાર