આદિપુરમાં 26 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

આદિપુરમાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આદિપુરના વોર્ડ-3-એમાં રહેનાર હતભાગી એવો મુકેશ ઠાકોર નામનો યુવાન ગત દિવસે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર પાંખમાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.