ભુજ ખાતે આવેલ કુકમા ગામમાં સામાન્ય બાબતે એક યુવક પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
ભુજ ખાતે આવેલ કુકમા ગામમાં સામાન્ય બાબતે એક યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી દીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મામલે મૂળ રાજસ્થાન હાલે કુકમાના વિશ્વકર્મા નગરમાં રહેતા 19 વર્ષીય યુવક નેપાલસિંહ કમલસિંહ સોઢા દ્વારા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 7-10ના રોજ રાત્રે 12-30 વાગ્યે ફરિયાદી ગામના વૈભવનગરમાં ગરબા જોવા ગયો હતો, રસ્તામાં આરોપી શખ્સોએ કહ્યું કે, તું ગામમાં અમારી સામે આંખો કાઢીને કેમ જોવે છે.આમ કહી ઉશ્કેરાઈ ગયેલા આરોપી શખ્સોએ ફરિયાદીને હાથમાં પહેરેલા કડાથી માથા તથા કાનમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.