વાયરચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપી શખ્સો પોલીસના સકંજામાં

copy image

copy image

વાયરચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા ખાતે આવેલ અબડાસા તાલુકાના નાની સિંધોડીમાં સુઝલોન કંપનીના સીએમએસમાંથી ચોરી થયેલા રૂા. 40,500ના વાયરની ચોરીના ગુનામાં  નાસતા – ફરતા બે આરોપીને કચ્છની પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યા છે. આ અંગે જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જખૌ મરીન પોલીસ મથકની ચોરીના ગુનાના નાસતા – ફરતા આરોપીઓ પોતાના ઘર પાસે હાજર છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બંને આરોપી શખ્સોને બાતમી વાળા સ્થળેથી ઝડપી પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ આરોપી શખ્સોને આગળની કાર્યવાહી માટે જખૌ મરીન પોલીસને સોંપી દેવામાં આવેલ છે.