વ્યાજની પઠાણી ઉઘરાણી અને ધમકીના ગુનામાં નાસતો-ફરતો આરોપી પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, વ્યાજની પઠાણી ઉઘરાણી અને ધમકીના ગુનામાં નાસતા-ફરતા ભુજના આરોપી શખ્સને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડયો હતો. આ અંગે સ્કવોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ એ-ડિવિઝન પોલીસ મથકે નાણાં ધીરધાર અધિનિયમની કલમ અંતર્ગત આ ભુજનો આરોપી શખ્સ નાસતો-ફરતો હતો. પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વ્યાજની પઠાણી ઉઘરાણી અને ધમકીના ગુનામાં નાસતો ફરતો આરોપી શખ્સ પોતાના ઘર નજીક હાજર છે. મળેલ બાતમીના આધારે સ્કવોર્ડે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી આરોપી સખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી અંગે એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ હતો.