રાપરના હમીરપર ગામના સીમ વિસસ્તારમાંથી સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા
રાપર તાલુકાના હમીરપર ગામના સીમ વિસસ્તારમાં જુગાર રમતા સાત ખેલીઓને પોલીસે 1.64 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે મળેલ માહતીના આધારે રાપર તાલુકાનાં હમીરપર ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડી રૂપિયાની હારજીતનો જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ પાસેથી રોકડ રૂા. 49,300 તથા ત્રણ બાઈક, 9 મોબાઈલ એમ કુલ રૂા. 1,64,800નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.