ભરૂચના લિંક રોડ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં આવેલા શ્રી અંબાજી માતાના મંદિર ખાતે માતાજીની આઠમ નિમિત્તે હવનનો કાર્યક્રમ યોજાશે

આગામી તા.૧૧/૧૦/૨૪ ના શુક્રવારના રોજ આસો સુદ આઠમના શુભ દિવસે ભરૂચના લિંક રોડ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં આવેલા શ્રી અંબાજી માતાના મંદિર ખાતે માતાજીની આઠમ નિમિત્તે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં માતાજીની સવારની આરતી ૭ કલાકે, હવન સાંજના ૪ કલાકે, હવનમાં શ્રીફળ હોમવાનો સમય સાંજના ૭ કલાકે અને માતાજીની સાંજની આરતી ૭:૩૦ કલાકે રાખવામાં આવેલ છે.તો આ રૂડા અવસરનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.