ભચાઉમાં વીજ પોલ સાથે ટ્રક અથડાતા કલાકો સુધી વીજ પુરવઠો ઠપ

copy image

copy image

ભચાઉમાં વીજ પોલ સાથે ટ્રક અથડાતા કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત વીજ પુરવઠો બંધ રહેવાથી વ્યવસાય ધંધા ઉપર પણ અસર થઈ હતી.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉની જલારામ સોસાયટીમાં આવેલ સ્વામિનારાયણ સત્સંગ હોલ નજીક વહેલી સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. આ સમયે રેતી ભરેલી ટ્રક થાંભલા સાથે અથડાતા સિમેન્ટનો પોલ તૂટી પડ્યો હતો.જેમાં 11 કેવીની મુખ્ય લાઈનનો વીજપોલ તૂટી પડતો પડ્યો હતો, સદભાગ્યે જાનહાનિ ટળી હતી. બનાવની જાણ પીજીવીસીએલ કચેરીમાં થતા તાત્કાલિક ધોરણે લાઈનમેન અને કામદારો ઘટના સ્થળે ધસી ગયા હતા અને સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, મુખ્ય બજારમાં સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લાઈટ બંધ રહી હતી. સવારથી બપોર સુધી છ કલાક જેટલો સમય શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહ્યો હતો, જેથી લોકોને મુશ્કેલીનો આનુભા થયો હતો.