લખપત ખાતે આવેલ ઘડુલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત

copy image

copy image

લખપત ખાતે આવેલ ઘડુલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે દયાપરમાં શરૂ કરવામાં આવેલ ધરણા બીજા દિવસે યથાવત રહેવા પામ્યા હતા ઉપરાંત જો ટુંક સમયમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર લડતની ચિમકી આપવામાં આવેલ છે.આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, લખપત ખાતે આવેલ દયાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી પીવાના પાણીની વારંવાર સમસ્યાઓ સર્જાતી રહે છે જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી.તેમજ સોમવારથી ઘડુલીના ગ્રામજનો તેમજ તાલુકાના આગેવાનો સાથે દયાપર પાણી પુરવઠાકચેરીના પ્રાંગણમાં શરૂ કરવામાં આવેલા પ્રતિક ધરણા બીજા દિવસમાં પ્રવેશ્યા હતા. વધુમાં માહિતી મળી રહી છે કે, ધરણા પર બેઠેલા લોકો દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ આવવા અને ટૂંક સમયમાં કોઈ નિરાકરણ નહીં આવે તો પોતાની લડત ઉગ્ર બનાવવાની પણ ચીમકી પણ આપવામાં આવી છે. દયાપરના એક વ્યક્ત દ્વારા જાણવા મળેલ કે ગામમાં લાંબા સમયથી અપૂરતું પાણી આવે છે. ક્યારેક ચાર-પાંચ દિવસ સુધી પાણી આવતું નથી. પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.ઉપરાંત  ઘડુલીના યુવાએ જનવેલ ગામમાં છેલ્લા ત્રણેક માસથી સર્જાયેલી પાણીની સમસ્યાને લઈને અનેક રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં પણ ઉકેલ ના આવતા ગ્રામજનો સાથે અહીં કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસવાનો નિર્ણય લેવામાં આવેલ છે.