મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે…. શું હવે આ સત્ય હકીકત છે ખરી…?
ગૌરવ માનાતા એવા ગુજરાતમાં ફરી એક વખત સામૂહિક બળાત્કારના સમાચાર સાથે સવાર થઈ. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી ચૂકી છે. મોટા મોટા અધિકારીઓએ દ્વારા “બેટી પઢાઓ, બેઠી બચાઓ” ના નારા સાથે મહિલા સુરક્ષા અંગેની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ રોજ કેટલી યુવતીઓ અને સગીરાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. હવે તો એવો ક્રૂર સમય આવી ગયો છે ક આપણા ગૌરવ મનાતા ગુજરાતમાં નવરાત્રીમાં ગરબી જોવા ગયેલી દીકરીઓ પણ સુરક્ષિત નથી, આનાથી વધુ શરમજનક બાબત આપણાં માટે શું હોય શકે જ્યાં માતાજીનાં નવલા નોરતા ચાલી રહ્યા હોય અને ત્યાં પણ આપણી બેન દીકરીઓ આવા ભેડીયાઓની હિંસા અને લાલસાનો ભોગ બની રહી છે.
આપણાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબે રમવાની છૂટ આપતાં જણાવે કે તમે મોડી રાત્રિ સુધી ગરબે રમો, કોઇ હેરાન નહી કરે. પરંતુ રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ સુરતના માંગરોળના બોરસરાં પણ ભાયલી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ગૃહ રાજ્યમંત્રીના જ વિસ્તારમાંથી આ પ્રકારની ઘટના સામે આવતાં સ્વભાવિક છે જનતા સવાલ કરે.
સુરક્ષા અને કાયદાઓ કડક હોવા છતાં પણ દૂષકર્મના કિસ્સાઓ શા માટે વધી રહ્યા છે…?સરળ રીતે આંગળીના વેઢે ગણી શકાય એવા કેસમાં કડક પગલાં ભરાયા છે તેમાય મહિલા સુરક્ષાના નામે મુદ્દો બનાવી અને હરેક નાના મોટા માણસ પાસેથી વોટ મેળવવામાં આવે છે. જો એકાદ બે ઘટનામાં ગણતરીના કલાકોમાં પોલીસ આરોપી પકડી પાડતી હોય તો દરેક ક્રાઇમ કેસને આ પ્રકારની પેટર્નથી કેમ સોલ્વ કરવામાં નથી આવતા….?
અધિકારીશ્રીઓ મોટા મોટા દાવા કરીને વોટ મેળવવા માટે કહેતા હોય છે મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે. પરંતુ જ્યારે રાજ્યમાં સતત દુષ્કર્મ ઘટનાઓ વધતી જોઈને સરકારના તમામ દાવાઓ પોકળ લાગી રહ્યા છે. કાયદા કાનૂન હોવા છતાં ગુણહગારોને કોઈ દર જ નથી તેમ ગુજરાતમાં સતત દૂષકર્મના કેસો વધતાં જઈ રહ્યા છે છતાં સરકારના પેટનું પાણીય હલતું નથી.
જાણવા મળી રહ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં સુરત, વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરન્દ્રનગર, બોરસદ સહિતના શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના અગાઉ દાહોદમાં પાંચ વર્ષની માસુમ બાળકીને નિશાન બાનવી શાળાના નરાધમ આચાર્યએ જ હવસનો શિકાર બનાવી બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત એક વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પોતાની લાલશાની શિકાર બનાવી હતી. મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો ઉત્તર ગુજરાતમાં જ એક ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. સૂત્રો દ્વારા જાણીએ રહ્યું છે કે આ ઘટનાઓમાં અનેક રાજકીય હોદ્દેદારોની સંડોવણી બહાર આવી હતી.
વધુમાં માહિતી મળી રહી છે તે મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના સામે આવી હતી. આ ઘટના ચાર માસ અગાઉની છે જેમાં મજૂરીકામ કરતા દંપતી કામ ઉપર ગયા હતા ત્યારે જાણવા મળી રહ્યું છે કે, તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી. આ અંગે માતા-પિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ આચારતા કિશોરી ગર્ભવતી બની હતી. જાણવા મળી રહ્યું છે કે, ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગા દીકરા વિરુદ્ધ માતાએ પોલીસમાં ફરિયાદ કરાવી કાર્યવાહી કરાવી હતી.
સૂત્રો દ્વારા જાની રહ્યું છે કે, ભુજ તાલુકા નજીકના મીરજાપર ગામે છપરીવાસમાં દુકાનદારે 13 વર્ષની સગીરાને ફોસલાવી પોતાના ઘરમાં લઇ જઇને હેવાનીયતથી દુષ્કર્મ આચર્યો હતો. ગુજરાતમાં દિન પ્રતિદિન બળાત્કારના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તેના આંકડાઓ તપાસતા ચોંકાવનાર પરીણામો સામે આવી રહ્યા છે જે, નીચે મુજબ જણાવી શકાય
ગુજરાતમાં બળાત્કારના કેસ
- 2023માં 2,209 બળાત્કાર
- 2022માં 2,239 બળાત્કાર
- 2021માં 2,076 બળાત્કાર
ભારતમાં દિન પ્રતિદિન હેવાનિયત ની હદ પાર થતી જોવા મળી રહી છે, ત્યારે ક્યાં ગ્યાં છે એ લોકો જે સ્ટેજ પર ચડીને નારી સુરક્ષા અંગે મોટા મોટા દાવ કરીને વોટ બટોરતા હોય છે. જ્યારે સેમય આવે ત્યારે કોઈ કેમ કડક પાગલ નથી લેતા ? કેમ કોઈ સખત પગલાઓ લેવામાં નથી આવતા…? કદાચ સદભાગ્યે કોઈ આરોપી પકડાઈ પણ જાય તો 20 વર્ષ કાતો આજીવન કેદ આપી દેવામાં આવે છે. 100 માથી એક કેસના આરોપીઓને પકડવામાં આવે છે તો શુકામે તેમને જીવીત રહેવાનો પણ અધિકાર આપવામાં આવે છે…? શા માટે તેમને પબ્લિક વચ્ચે જ ગોળી બાર કરી દેવામાં નથી આવતા …? ભારતમાં દરરોજ 86 જેટલા રેપ કેસ નોંધાય છે. આ તો એ માત્ર આંકડા છે જે કેસ પોલીસ ચોપડે ચડે છે કેટલાક કેસો તો એવા પણ છે જે બદનામી ના ડરથી કે ન્યાય ન મળવાના ભય થી પોલીસ સ્ટેશનની હદ સુધી પણ પહોંચતા નથી અને બારોબાર દબાવી દેવામાં આવે છે. શા માટે લોકોના મનમાં ન્યાન ન મળવાનો ભય છે…? શ માટે લોકો કોઈ અન્યાય થતાં તરત જ પોલીસ પાસે જતાં નથી…? શા માટે લોકોને આપણાં દેશની આપણાં રાષ્ટ્રની પોલીસ પર અને ન્યાયાલયો પર ભરોસો નથી..? શા માટે દેશના કેટલાય કેસોને હજુ સુધી ન્યાય મળ્યો નથી..? શું પોલીસ આવા નરાધમીઓને પકડવા સક્ષમ નથી..? શું પોલીસ અને મોટા કાર્યકર્તાઓની પણ ક્યાકને ક્યાંક સંડોવણી ખરેખર છે…?
આવા અનેક સવાલો દેશની જનતાના મનમાં છે. જે તંત્રને પૂછવા માંગે છે. આવા આમ જનતાના તમામ સવાલોના જવાબ અને નારી સુરક્ષા અને નારીઓને ન્યાય મેળવવા આમ જનતા માંગ કરી રહી છે.