અંકલેશ્વર રાજ્પીપળા રસ્તા ઉપર અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓના પગલે એક ૪૦ વર્ષીય શખ્સનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જી.આઇ.ડી.સી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રસ્તા ઉપર તા. ૨૦મીના બપોરના અરસામાં વિજયસિંગ બંસરોપનસિંહ રાજ્પુત ઉ.વ. ૪૦ રહે, મીરા નગર, પ્લોટ નં. ૩૩૯,સારંગપુર, અંકલેશ્વરના નુર મસ્જીદ, બાપુનગર રસ્તાથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરઝડપે આવતા કોઇ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતાં ડાબા કાને અને ડાબા પગે નળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં વિજયસિંગનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી.પોલીસને થતા તેમણે રિતેશસિંગ નંદકિશોર્સિંગ રાજ્પૂતની ફરિયાદ નોંધી. અકસ્માત મૃત્યુ ગુનો દાખલ કરી મૃતકની લાસને પી.એમ માટે ખસેડી અકસ્માત સર્જી મૃત્યુ નીપજાવી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધ આરંભી છે.