પધ્ધર ગામની વાડી વિસ્તારમાં થયેલ ઘરફોટ તસ્કરીનો ભેદ ઉકેલી શખ્સને મુદામાલ સાથે ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ-ભુજ એલ.સી.બી.

આજથી એકાદ મહિના પહેલા ભુજ તાલુકાના પધ્ધર ગામની બાજુમાં આવેલ  ગેસ ફેકટરીની પાછળ શંભુ પ્લમ્બરની વાડીમાં રહેતા અલાના હુશેન સમા પોતાના પરિવાર સાથે વાડીમાં રહેતા હોય અને તેઓના રહેણાક ઘર (ઝુપડા) માંથી આશરે એકાદ મહિના પહેલા ચાંદિના દાગીના (ઘરેણા) તથા રોકડ રૂપિયાની તસ્કરી થયેલ હતી જે તસ્કરી સબંધે પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ. આ ચોર તથા  મુદામાલ શોધી કાઢવા સારૂ શ્રી સેોરભ તોલંબીયા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ, કચ્છ ભુજનાઓની સુચના માર્ગદર્શન  હેઠળ શ્રી એમ.બી.ઓૈસુરા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ નાઓનાએ રાહબર હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોને  પેટ્રોલીંગ દરમ્યાન ભરોસાપાત્ર અને સચોટ  બાતીમ હકીકત આધારે શેખપીર ત્રણ રસ્તા નજીકથી રસીદ ઉર્ફે વલો દેશર સમા ઉ.વ.ર૦ રહે.નાના દિનારા (ખાવડા) તા.ભુજ વાળોને ચાંદિની બંગડી (કડા) ડિઝાઈન વાળા નંગ-ર કિંમત રૂ.૧,પ૦૦ આશરેના તેમજ ચાંદિના મુઠીયા નંગ-૧૦ કિંમત રૂ.ર,૬૦૦ આશરે ગણી કુલ કિંમત રૂ.૪૧,૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી તેમજ મજકુર શખ્સની પુછપરછ કરતા આ તસ્કરી કરવામાં તેની સાથે તેનો મિત્ર જબાર રમજાન સમા રહે.મોટા દિનારા (ખાવડા) તા.ભુજ વાળો પણ તેની સાથે હોય આમ ચોર મુદામાલ ઝડપી પાડી ઘરફોટ તસ્કરીનો ભેદ ઉકેલતી વણશોધાયેલ ગુનો શોધી કાઢી આગળની તપાસ માટે પધ્ધર પોલીસ સ્ટેશન સોપી આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *