વડોદરા શહેરમાં ટેમ્પોમાં ચોરખાનું બનાવી વડોદરામાં લાવતા દારૂના જથ્થાને જીલ્લા એલસીબી પોલીસે ઝપકડી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને ટેમ્પો ડ્રાઈવરની અટક કરી હતી. વડોદરા જીલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી અને તપાસ હાથ ધરી હતી બાતમી વાળો ભૂરા રંગનો ટેમ્પો આવી જતા પોલીસે તેને રોકી અને ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ડ્રાઈવરે પોતાનું નામ દેવેન્દ્ર રઈજીભાઈ તડવી રહે.સયાજીપુરા ગામ તા. વડોદરા જણાવ્યું હતું. ટેમ્પોનું ચેકિંગ કરતા ટેમ્પોની ચેચીસમાં ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું. જે ચોરખાનાને પોલીસે ખોલીને તપાસતા તેમાં વિદેશી બ્રાન્ડની દારૂની કુલ ૪૫૬ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ટેમ્પો મળીને ૪,૮૨,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોણે પહોચાડવાનો હતો તે દિશામાં પોલીસે કાર્યવાહી આરંભી છે.