ભરૂચના ફલશ્રુતિ નગર ખાતે આવેલા અમરદીપ શોપિંગમાં અમી લેબ નજીક ભારતનો સૌથી ઝેરી સાપ કોમન ક્રેટ પકડાયો

ભરૂચના ફલશ્રુતિ નગર ખાતે આવેલા અમરદીપ શોપિંગમાં અમી લેબ નજીક ભારતનો સૌથી ઝેરી કોમન ક્રેટ દેખાયો હતો.જેની જાણ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓએ દોડી આવી વન વિભાગના માર્ગદર્શન હેઠળ સાપને પકડી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના ફલશ્રુતિ નગરમાં આવેલા અમરદીપ શોપિંગ નજીક અમી લેબની સામે રહેતા પૂજનભાઈના કમ્પાઉન્ડમાં ભારતનો સૌથી ઝેરી કોમન ક્રેટ સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જેથી સ્થાનિકોએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહ અને રમેશ દવેને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.જીવદયા પ્રેમીઓએ વન વિભાગના માર્ગદર્શન હેઠળ 2.5 ફૂટ લાંબા કોમન ક્રેટ સાપને સલામત રીતે રેસ્ક્યુ કરીને ઝડપી પાડ્યો હતો.આ સાપને વન વિભાગની નિગરાણીમાં સલામત સ્થળ પર છોડી મૂકવામાં આવ્યો છે.