ભરૂચ પોલીસ દ્વારા ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન કોન્ટ્રાકટરો દ્વારા પરપ્રાંતીય કામદારોના પોલીસ વેરીફીકેશન ન કરાવવા બાબત તેમજ મકાન ભાડા કરાર નોંધણી નહી કરાવવા બાબતે જાહેરનામા ભંગના કુલ-૨૦૩ કેસો કરતી ભરૂચ જિલ્લા પોલીસ
ભરૂચ જિલ્લામાં આગામી આવનાર તહેવારોને અનુલક્ષીને કોઈ ગંભીર પ્રકારના બનાવો ન બને જે તકેદારીના ભાગરૂપે અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઔદ્યોગિક વસાહતમાં આવેલ પડાવો નાંખીને વસવાટ કરતા પરપ્રાંતીય મજુરોનું સઘન ચેકીંગ કરવામાં આવેલ હતું.જે ચેકીંગ દરમ્યાન કોન્ટ્રાકટરો દ્વારા પોલીસ વેરીફીશન ન કરાવેલ હોય તેમજ મકાન માલીકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ- ૨૦૩ કેસો તથા શક પડતા ઇસમોના બી- રોલ – ૩૧૪ ભરવાની કામગીરી ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.