ગાંધીધામ ખાતે આવેલ ગોપાલપુરી વિસ્તારમાં કારમાંથી 99 હજારનો અંગ્રેજી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગોપાલપુરી વિસ્તારમાં એક કારમાંથી 99 હજારનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  ગાંધીધામના ગોપાલપુરીમાં આવેલાં કોમ્પ્લેક્સ નજીક ઊભેલી કારમાં કોઈ શખ્સ દારૂ ભરી લાવી તેને સગેવગે કરવાની પેરવીમાં છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં અહીં ઊભેલી કારની તપાસ કરતાં કારની પાછળની સીટ તથા ડિકીમાંથી દારૂ નીકળી પડયો હતો. તપાસ દરમ્યાન આ કારમાંથી કુલ 204 બોટલ કિંમત રૂા. 99,384નો શરાબ કબ્જે કરવામાં આવ્યો હતો. તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.