જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓની રોકડ રૂ.25000 સાથે અટક કરાઈ
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં આવેલ સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓની રોકડ રૂ.25000 સાથે અટક કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મેઘપર કુંભારડીના સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીના સર્કલ નજીક કોમ્પલેક્સની બાજુમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન જુગાર રમતી ત્રણ મહિલાઓની અટક કરવામાં આવી હતી. પકડાયેલ માહિલાઓ પાસેથી કુલ કી.રૂ. 25,400 હસ્તગત કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ખેલીઓ વિરૂદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.