આરોપીઓ સાથે મળી ગુન્હાને અંજામ આપવા ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદીને પોતાના ઘરે બોલાવી વિડીયો ઉતારી ગુનાને અંજામ આપનાર આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ બોર્ડર રેન્જ ભુજ તથા મહે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પુર્વ-કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ-અંજારનાઓએ તાજેતરમાં જ આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં જેમાં આરોપીઓએ સાથે મળી ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદીશ્રીને પોતાના ઘરે બોલાવી વિડીયો ઉતારી ત્રીસ લાખની માંગણી કરેલ બાદ ફરીયાદીશ્રી પાસેથી રૂ.૫૦,000/- રોકડા પડાવી લઇ તેમજ કોરા ચેકો મેળવી લઈ ગુનાને અંજામ આપેલ તે ગુનામાં ઝીણવટભરી રીતે તપાસ કરી પુરાવાઓ મેળવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ક૨વા સુચના આપેલ હોય આદિપુર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.જી.પટેલનાઓએ આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી ગુલામસરવર મીરની ધરપકડ ક૨વામાં આવેલ હતી જે હાલે જેલમાં છે. બાદ આ ગુના કામેના આરોપીબેનને ધ૨પકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીબેન હાલે રીમાન્ડ હેઠળ છે.

  • આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાની વિગત:-

આદિપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ-ગુ.૨.નં.૦૫૭૪/૨૦૨૪ ભા૨તીય ન્યાય સંહિતાની કલમ. ૩૦૮(૨), ૩૦૮(૬), ૧૧૫(૨), ૩(૫) વિ. મુજબ

  • પકડાયેલ આરોપીબેનનું નામ સરનામું:-

નર્મદાબેન વા/ઓફ દિનેશભાઈ વાળંદ ૨હે. રાજનગર, અંતરજાળ

  • ગુનો આચરવાનો એમ.ઓ:-

આ ગુના કામેના આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી આરોપીબેનએ આશાવર્કરની નોકરી મેળવવાના બહાને ફરીયાદી ડોકટરશ્રીનો સંપર્ક કરી, અવાર-નવાર મેસેજો કરી તેમજ વિડીયોકોલ કરી મીઠી- મીઠી વાતો કરી, ફરીયાદી શ્રીને વિશ્વાસમાં લઈ, પોતાના ઘરે બોલાવી સહ આરોપી અચાનક આવી ફરીયાદીશ્રીને ધકકબુશર્ટનો માર મારી, પોતાના મોબાઇલ ફોનમાં વિડીયો બનાવી, રૂપિયાની માંગણી કરી રૂ.૫૦,૦૦૦/- પડાવી લઈ ગુન્હો આચરેલ છે. આ કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.જી.પટેલ તથા આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

જાહેર અપીલ

આદિપુર પોલીસ દ્રારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, આ ગુનાના આરોપીઓએ જે કોઈ વ્યકિતઓને આવી રીતે ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપેલ હોય તો આવા ભોગ બનનાર વ્યકિતઓને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.