ભરૂચની ઋત્વિ ચૌહાણે સાઉથ કોરિયામાં યોજાયેલી 47મી મિસીસ યુનિવર્સ 2024માં 100 દેશોમાંથી છઠ્ઠો ક્રમાંક મેળવી દેશનું ગૌરવ વધાર્યું

 ગુજરાત અને ભરૂચની વતની અને હાલ Houston- Texas USA માં રહેતી ઋત્વી ચૌહાણે મિસીસ યુનિવર્સ યુએસએ 2023 નો ક્રાઉન જીત્યો હતો. હાલમાં જ સાઉથ કોરિયામાં યોજાયેલી 47 મી મિસીસ યુનિવર્સ 2024માં 100 દેશોમાંથી 6 ક્રમાંક મેળવી યુએસએ તો ખરું પરતું સાથે-સાથે ભારત, ગુજરાત અને ભરૂચ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.આ માટે ભરૂચમાં રહેતા તેના માતા-પિતા ગૌરવ અનુભવી રહ્યા છે.
  ભારતીય મહિલાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતું ભારતની બહાર પણ સફળતાનો ઝંડો ફરકાવી રહી છે. ઋત્વી ચૌહાણે મિસીસ યુનિવર્સ યુએસએ 2023 માં ભાગ લઈને મિસીસ યુનિવર્સ યુએસએ 2023 ક્રાઉન જીત્યો હતો.ત્યાર બાદ ઋત્વિ અટકવાનું નામ નહિ લેતા હાલમાં જ સાઉથ કોરિયામાં યોજાયેલા 47 મી મિસીસ યુનિવર્સમાં 2024 ની સ્પર્ધમાં ભાગ લીધો હતો.જેમાં સમગ્ર દુનિયામાંથી 100 મહિલાઓએ પોતાના દેશ તરફથી ભાગ લીધો હતો.જેમાં ઋત્વિ ચૌહાણે અમેરિકા (USA) તરફથી ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તે પ્રથમ રાઉન્ડમાં ટોપ 25 માં પસંદગી પામી ત્યાર બાદ 6 ક્રમાંક મેળવી દુનિયામાં ભારત, ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.