પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાનાઓના સુપરવીઝન હેઠળ અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવાના હેતુથી તેમજ નવરાત્રી અને આગામી દિવાળીના તહેવાર દરમ્યાન તકેદારીની ભાગ રૂપે પ્રોબે.DySP મીલન મોદી સાહેબ તથા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા અંકલેશ્વર "બી" ડીવીઝન, અંકલેશ્વર રૂરલ, રાજપારડી, ઉમલ્લા તથા ઝગડિયા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર-૦૪ પોલીસ સબ ઇન્સપેકટર ૦૯ તથા - ૬૯ પોલીસ કર્મચારીઓની જુદી-જુદી કુલ ૦૬ ટીમો બનાવી અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના મીરાનગર, લક્ષ્મણનગર, બાપુનગર, સારંગપુર તથા ઔધોગિક વિસ્તારમાં કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હતું.